ગુજરાતના મુખ્યમંત્રી અને પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે યુવક-યુવતીઓ માટે ખુશીના સમાચાર આપ્યા છે. વાત જાણે એમ છે કે, તેમણે એક એન્ડ્રોઇડ બેઝ મોબાઇલ એપ્લીકેશન લોન્ચ કરી છે. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી સવારે સામાન્ય વહિવટ વિભાગના અધિકારીઓની હાજરીમાં એપ્લીકેશન લોન્ચ કરી હતી.
હવે યુવક-યુવતીઓ ગુજરાતમાં નવી જગ્યાઓની માહિતી આંગળીના ટેરવે મેળવી શકશે. તેઓ આ એપ્લીકેશનની મદદથી કેટલી જગ્યાઓ છે, શું પે સ્કેલ છે. તેમાં શું છૂટછાટ આપવામાં આવી છે સહિતની તમામ વિગતો મેળવી શકશે.➜ Download Android Application : Click here.
